CMO Gujarat✓

@CMOGuj

Official account of the Chief Minister's Office, Government of Gujarat

301 Following1.3M Followers28.3K Posts
  1. CMO Gujarat✓@CMOGuj
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે રૂચિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મહર્ષિ વાલ્મિકીજીની જયંતી નિમિત્તે આયોજિત મહોત્સવમાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે વાલ્મિકી સમાજના શ્રેષ્ઠીઓ, પ્રતિભાવાન વિધાર્થીઓ અને સંતો-મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીને વંદન કરવા સાથે જણાવ્યું હતું કે, આજનો દિવસ મહર્ષિના વિચારોને જીવનમાં ઉતારવાનો, સમાજમાં સમરસતાને મજબૂત કરવાનો અને દરેક વ્યક્તિને સન્માન, સમાનતા અને વિકાસની તક મળે તેવા સંકલ્પને પુનઃ દોહરાવવાનો દિવસ છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રત્યેક વર્ગના નાગરિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ સૌને સંસ્કાર કેળવવા, શિક્ષિત બનવા અને વ્યસનથી દૂર રહેવા જેવા ત્રણ સંકલ્પોને જીવનમાં અપનાવવા અનુરોધ કરી, સશક્ત સમાજના નિર્માણ થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
    Download
    22102.5K
  2. CMO Gujarat✓@CMOGuj
    LIVE: અમદાવાદ ખાતે રૂચિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહર્ષિ વાલ્મિકી ઋષિની જન્મજયંતી નિમિત્તે આયોજિત સન્માન કાર્યક્રમમાં સહભાગી થતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
    27103.2K
  3. CMO Gujarat✓@CMOGuj
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઓછા અને વિલંબિત વરસાદ ધરાવતા રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો ખેડૂતો અને પશુપાલકોના હિતમાં સંવેદનશીલ નિર્ણય. “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોના વિશાળ હિતને હંમેશા પ્રાથમિકતા આપે છે. ભૂતકાળમાં પણ ખેડૂતોની મુશ્કેલી સમયે સરકાર પડખે ઉભી રહી છે. વર્તમાન સ્થિતિમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ ખેડૂતો-પશુપાલકોની આપત્તિના કોઈપણ સમયે જે મદદ સહાય કરવી પડે તે માટે પુરેપુરી પ્રતિબદ્ધ છે” : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
    Download
    314253K
  4. CMO Gujarat✓@CMOGuj
    LIVE: રાજ્યમાં વિલંબિત અને ઓછા વરસાદ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ.
    1520518.1K
  5. CMO Gujarat✓@CMOGuj
    સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોને વધુ સુવિધાસભર, સ્વચ્છ, હરિયાળાં અને ફ્યુચર રેડી બનાવવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
    Download
    518346.6K
  6. CMO Gujarat✓@CMOGuj
    વિકાસની નવી ઊંચાઈ, પ્રવાસનની નવી ઓળખ અને આનંદની નવી સહેલ..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં પ્રવાસનના વૈશ્વિક સોપાનો સર કરતું એકતાનગર લઈને આવ્યું છે એક નવું નઝરાણું - ‘એકતા ક્રૂઝ’..! સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ભવ્યતાની સાક્ષીએ નર્મદા નદીમાં વિહાર કરાવતી ₹16 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક નવી ‘એકતા ક્રૂઝ' 600 મુસાફરોની ક્ષમતા, આધુનિક સેફ્ટી સિસ્ટમ, આરામદાયક બેઠક અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા ધરાવે છે. નર્મદાની લહેરો પર આનંદ અને આતિથ્યનો અવિસ્મરણીય અનુભવ માણવા એકતાનગર જરૂર પધારો. @souindia
    Download
    324304K
  7. CMO Gujarat✓@CMOGuj
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત ખાતે મહાનગરપાલિકાના, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ તેમજ સુરત જિલ્લા વહીવટી તંત્રના કુલ ₹211.65 કરોડના 37 કામોનું લોકાર્પણ અને ₹198.72 કરોડના 13 કામોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
    Download
    429524.2K
  8. CMO Gujarat✓@CMOGuj
    Posts @CMOGuj
    મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'મીની ઈન્ડિયા' તરીકે વર્ણવેલ સુરતમાં આજે શરદ પૂર્ણિમાના અવસરે વિકાસ પર્વ ઉજવાઈ રહ્યો છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના ગુડ ગવર્નનન્સના સંકલ્પ સાથે રાજ્યના નગરો-મહાનગરોના થયેલ સર્વાંગી વિકાસની તેમજ સુરતને આજે મળેલ વિકાસકામોની રૂપરેખા આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ શહેરીકરણને પડકાર નહીં, પણ તકના રૂપમાં સ્વીકારી હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનું મોડેલ અપનાવ્યું છે, જેના પરિણામે શહેરો વિકાસના એન્જિન બન્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં 2010 માં ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષ નિમિત્તે જાહેર કરાયેલી 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' દેશભરમાં પ્લાન્ડ સિટી ડેવલપમેન્ટ માટે દિશાદર્શક બની હોવાનું જણાવી, 'વિકસિત સુરતથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત'ના નિર્માણ માટે સૌને સાથે મળી કામ કરવા આહવાન કર્યું હતું.
    Download
    11011452
  9. CMO Gujarat✓@CMOGuj
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના કોસમાડા ખાતે નિર્માણ પામનાર ભવ્ય ‘ઈસ્કોન વરાછા મંદિર’નો શિલાન્યાસ અને દાતાશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન ઈસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું હતું અને નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ પ્રસંગે ઈસ્કોન મંદિરના નિર્માણમાં સહયોગ આપનાર સામાજિક અગ્રણીઓ અને રાજસ્વી દાતાશ્રીઓ ઉપરાંત સમગ્ર એશિયા ખંડમાં યોજાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Download
    724484.7K
  10. CMO Gujarat✓@CMOGuj
    Posts @CMOGuj
    મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિરાસત ભી, વિકાસ ભી’ વિઝનને અનુસરીને વિકાસ સાથે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જતન સૌએ કરવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં તેમણે ઉમેર્યું હતું કે, ભગવદ્દ કાર્યમાં યોગદાન આપવા અને તેમાં નિમિત્ત બનવાનો અવસર મળવો એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે, અને આવા આયોજનો સમાજમાં દિવ્યતા અને સદભાવના પ્રેરિત કરે છે. મુખ્યમંત્રીશ્રીએ સૌ સાથે મળીને ભક્તિને માત્ર પૂજા-પાઠ સુધી સીમિત ન રાખતાં તેને માનવ સેવા સાથે જોડવા અને યુવાધનની શક્તિને વ્યસનોથી દૂર રાખી રાષ્ટ્ર નિર્માણના પંથે વાળવા આહવાન કર્યુ હતું.
    Download
    0109436
  11. CMO Gujarat✓@CMOGuj
    LIVE | મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત શહેરી સત્તા મંડળ તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત.
    321344.4K
  12. CMO Gujarat✓@CMOGuj
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી 31મી ઓક્ટોબરે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતા નગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ’ના ઉપલક્ષ્યમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ થીમ હેઠળ આયોજિત ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને આજે ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) તરફ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તા.21 ઓક્ટોબરે નવી દિલ્હીથી ફ્લેગ-ઓફ કરાવાયેલ આ રેલી ગાંધીનગર થઈને એકતા નગર પહોંચશે. "Say No to Drugs, Say Yes to Life"ના મંત્ર સાથે આયોજિત આ મોટરસાઇકલ રેલીમાં દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની ટીમો સહભાગી થઈ છે.
    Download
    425324.4K
  13. CMO Gujarat✓@CMOGuj
    સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડીસીઝ પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટની ત્રિવેણી દ્વારા ‘હોલિસ્ટિક હેલ્થ કેર’નો અભિગમ અપનાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
    Download
    122334.4K
  14. CMO Gujarat✓@CMOGuj
    CMO Gujarat
    RT @PMOIndia: Tributes to Maharishi Valmiki, whose Ramayan continues to inspire generations with its timeless wisdom and teachings. #MannKiBaat
    029701.2K
  15. CMO Gujarat✓@CMOGuj
    CMO Gujarat
    RT @PMOIndia: #MannKiBaat is, for me, nothing less than a pilgrimage - a journey to closely understand the efforts of our people and to salute their contributions: PM @narendramodi
    032201.2K
  16. CMO Gujarat✓@CMOGuj
    આવો સાંભળીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આજના #MannKiBaat કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિષયો પરના તેમના પ્રેરક વિચારો અને માહિતીસભર વાતોને આપણી ગુજરાતી ભાષામાં.
    119273.2K
  17. CMO Gujarat✓@CMOGuj
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ ખાતે કે.એન. યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે વિવિધ વિદ્યાશાખાના 94 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા ઉપરાંત 22 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Download
    4203111.5K
  18. CMO Gujarat✓@CMOGuj
    Posts @CMOGuj
    મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણને ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને સમાજ માટે સમર્પણનું એક સક્ષમ માધ્યમ ગણાવતાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓને આજે જે ડિગ્રી મળી રહી છે તે માત્ર તેમની કારકિર્દી નિર્માણ પૂરતી સીમિત નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેની પણ એક નવી દિશા છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવાઓની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી તેમજ AI, સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, સ્પેસ ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને સ્ટાર્ટઅપ્સ જેવા ઊભરતા ક્ષેત્રોમાં યુવાઓ જોબ સીકર નહીં, પરંતુ જોબ ગિવર બની રહ્યા છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા 25 વર્ષમાં માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં યુવાઓ માટે ઊભા કરાયેલા પ્રગતિના અવસરો અને વિસ્તરેલી શૈક્ષણિક સુવિધાઓનો ઉલ્લેખ કરતાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે યુવા શક્તિને જ્ઞાન, કૌશલ્ય અને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા હતા.
    Download
    01212592
  19. CMO Gujarat✓@CMOGuj
    LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં કે.એન.યુનિવર્સિટીનો અમદાવાદ ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહ
    021305.3K
  20. CMO Gujarat✓@CMOGuj
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતે ₹223 કરોડના ખર્ચે આકાર લેનાર અત્યાધુનિક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ખાતમુહૂર્ત સહિત રાજ્યના ખૂણે-ખૂણા સુધી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાના સંકલ્પ સાથે ₹500 કરોડથી પણ વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
    Download
    228556.7K
  21. CMO Gujarat✓@CMOGuj
    Posts @CMOGuj
    મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના શુભારંભ થકી 'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ'ની ભાવના સાર્થક થઈ છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 25 વર્ષમાં એફોર્ડેબલ હેલ્થ કેર સિસ્ટમ થકી આરોગ્ય ક્ષેત્રે આવેલ ટ્રાફોર્મેશન અંગે સૌને માહિતગાર કર્યાં હતા. મુખ્યમંત્રીશ્રીએ આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલ આરોગ્ય સંસ્થાઓના શુભારંભ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકોને આરોગ્ય સેવા માટે દૂર સુધી જવું ન પડે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે. તેમણે છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડી, વિકસિત ભારત માટે સ્વસ્થ અને સશક્ત ગુજરાતથી વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
    Download
    01211539